Type Here to Get Search Results !

Easy Tips To Make Browsing In Chrome Fast [ ગૂગલ ક્રોમને બનાવો ફાસ્ટ, નહીં થાય ક્રેશ ]

Easy Tips To Make Browsing In Chrome Fast [ ગૂગલ ક્રોમને બનાવો ફાસ્ટ, નહીં થાય ક્રેશ ]

જો તમારું ક્રોમ બ્રાઉઝર ધીમું ચાલી રહ્યું હોય અથવા વારે ઘડીએ ક્રેશ થતું હોય તો તેના માટે આ સરળ ટીપ્સ છે. અને તેનાથી સમસ્યાને સુધારી શકાય છે. ક્રોમ બ્રાઉઝરને ફાસ્ટ બનાવવાને માટે નીચે કેટલીક ટીપ્સ આપવામાં આવી છે.

 પ્લગઇનને કરો ડિસેબલ

જો નવું ક્રોમ બ્રાઉઝર ડાઉનલોડ કરી શકાય તો તેની સાથે અનેક બિનજરૂરી પ્લગ ઇન પણ આવી શકે છે. આ સાથે વિના ક્રોમબ્રાઉઝર પણ સરળતાથી કામ કરી શકાય છે. પરંતુ તેને કારણે બ્રાઉઝર ધીમું થઈ જાય છે.

તેને હટાવવાને માટે કરો આ કામ

ક્રોમના એડ્રેસ બારમાં જઇને 'about:plugins' ટાઇપ કરો અને એમ કરવાથી પ્લગઇન ફાઇલ્સનું પેજ ખુલશે. પોતાની સુવિધાની સાથે તેને ડિસેબલ કરી શકાય છે. આ પછી ક્રોમના પ્લગઇન ક્રેશ થવાની સમસ્યાને સોલ્વ કરી શકાય છે.

એક્સટેન્શનનું રાખો ધ્યાન 




જો તમે ક્રોમ સ્ટોરથી સતત વેબ એક્સટેન્શનને ડાઉનલોડ કરો છો તો તેનાથી બ્રાઉઝરની સ્પીડ ઓછી થઇ શકે છે. ક્રોમના ક્રેશ થવાની સમસ્યા પણ આ કારણે આવે છે. એક્સટેન્શનને હટાવવાને માટે ક્રોમમેનુમાં જવાનું રહે છે અને સાથે બ્રાઉઝરના એડ્રેસ બારને રાઇટ સાઇડમાં મેળવી શકાય છે. 

સેટિંગ્સમાં ગયા બાદ લેફ્ટ સાઇડ પર એક્સટેન્શન મેનુ દેખાશે. તેની પર કિલક કરતાંની સાથે યુઝર દ્વારા ડાઉનલોડ કરાયેલા એક્સટેન્શનની લિસ્ટ મળે છે. ત્યારબાદ જે એક્સટેન્શન તમારા કામમાં ના આવવાના હોય તેને ડિલિટ કરો. આ ક્રોમની સ્પીડ વધારવામાં મદદ કરી શકે છે. 

ગૂગલનું સોફ્ટલવેર રિમૂવલ ટૂલ
  



ગૂગલે કેટલાક સમય પહેલાં સોફ્ટવેર રિમૂવલ ટૂલ લોન્ચ કર્યું છે. તેનો ઉપયોગ કરીને બ્રાઉઝરમાં રહેલા વાયરસ ડિલિટ થઇ જાય છે અને સાથે ક્રોમથી સારું કામ કરવા લાગે છે.

કેવી રીતે કરી શકાશે ઉપયોગ

સૌ પહેલાં આ સોફ્ટવેર રિમૂવલ ટૂલને તમારી સિસ્ટમમાં ડાઉનલોડ કરવાનું રહેશે અને સાથે નીચેની લિન્ક પર જવાનું પણ, https://www.google.com/chrome/srt/ અહીંથી આ સોફ્ટવેરને ડાઉનલોડ કર્યા બાદ તમે તમારું કામ શરૂ કરી શકો છો.

હિસ્ટ્રીને કરતાં રહો ડિલિટ



જો તમે ક્રોમ બ્રાઉઝર પર સતત કામ કરી રહ્યા છો તો તમારે હિસ્ટ્રીને ડિલિટ કરતાં રહેવું જોઇએ, અનેક દિવસો સુધી તેને ડિલિટ ન કરાય તો તેને ક્રોમની સ્પીડ ઓછી થવા લાગે છે. એવામાં સારો રસ્તો છે કે બ્રાઉઝરની હિસ્ટ્રીને ડિલિટ કરી શકાય. આમ કરવાને માટે  'Ctrl+H'નો શોર્ટકટ વાપરી શકાય છે. આ સિવાય ક્રોમના મેનુ પર જઇને હિસ્ટ્રી ટેબ પર પણ ક્લિક કરી શકાય છે. 
Courtesy. Divyabhaskar Newspaper, Date 02.02.2015

Post a Comment

0 Comments